Sunday, June 21, 2020

પોસ્ટ 30 : હેપી ફાધર્સ ડે.

જયોતી સીએનસીના જયોતીર્મય સપ્તકની ઉજવણી સમયે પરાક્રમસિંહેવેલકમ જિંદગીનાટક જોવા આમંત્રણ મોકલેલું

નાટક જોયું કે આપણે થઇ ગયાં સૌમ્ય જોષીના હાર્ડકોર ફેન.

ત્રણ પાત્રો - મા બાપ અને દીકરાને અનુક્રમે જિગ્ના વ્યાસ, સૌમ્ય જોષી અને અભીનય બેંકરે ભજવેલા. ત્યારે જિગ્ના વ્યાસ હજી જિગ્ના સૌમ્ય જોષી નહોતા થયાં
ત્રણેયની દાદુ એકટીંગ અને સુપર્બ સંવાદ
ઓળઘોળ થઇ જવાયું તું.
હજી યાદ છે, એકેએક સીન નેએકેએક સંવાદ.

પતિ પત્ની અને બાપ દીકરાના સબંધની આટલી વાસ્તવિક અભીવ્યકતી કયાંય ને કયારેય નથી જોઇ. એટલું રીયલ કે સ્ટેજ પરના બાપ દીકરાની વાતો, તમારી લાગે. પતિ પત્નીનો સબંધ આટલો નજીકથી કયારેય નહોતો સમજાણો. રીયલ લાઇફમાં પતિ પત્ની, બાપ દીકરો જે સતત એકબીજાને કશુંક કહેવા માગતા હોય પણ કયારેય કહી શકતા હોય તે બધું અહીં સ્ટેજ પરથી કહેવાયું છે. પ્રેક્ષકોની જોતી વખતે એની બાજુમાં બેઠેલા પોતાના પતિ કે પત્ની, બાપ કે દીકરા સાથે કશુંજ બોલ્યાં વિના વાત થતી રહે છે. આને અનુભવવા તો નાટક જોવું પડે!

અહીં આજે ફાધર્સ ડે નિમિત્તે, નાટકનો એક બહેતરીન સીનની અહીં લિંક મૂકી છે. એક એક શબ્દ દીલમાં પહોંચશે
બાપ દીકરો સાથે જોશે તો એકબીજાને ઘણું અત્યાર સુધીમાં કહેવાયેલું, સંભળાશે. મને તો આખું નાટક મારા પપ્પાની બાજુમાં બેસીને જોવાનો લ્હાવો મળેલો. આપ સીન પુરતો તો લ્હાવો લેજો, અને પછી મનોમન બોલજો - હેપી ફાધર્સ ડેhttps://youtu.be/y1Xqqs3bZXM