'તમે એમ કહો છો કે હું ઊડી શકું ?'
'હું તો એટલું જ કહું છું કે તું મુક્ત છે.'
આ એક
જ,
બે લાઈનનો ડાયલોગ વાહ બોલાવી દે તો આખું પુસ્તક પૂરું કરીએ ત્યારે તો
આનંદથી નાચવાનું જ મન થાય. દશ બાર વર્ષના બાળકોથી લઈને નેવું
બાણું વર્ષના વૃદ્ધો સુધી હરકોઈને વાંચવા જેવા, વિચારવા જેવા,
જીવવા જેવા પુસ્તકની વાત કરવી છે. માત્ર ત્રીસ
જેટલા પાનાંઓમાં આ નાનકડી વાર્તા બહુ મોટી વાત સમજાવે છે. અને
એ પણ બહુ જ સરળ અને સહજ રીતે. કશી આંટીઘૂંટી વગર બહુ જ સરસ રીતે
એક નાનકડા પક્ષીની સફળતાની સફર આ પુસ્તકમાં બખૂબી લખાયેલી છે અને એની આ સફરને વાંચતા
વાંચતા આપણે ખુદ એક સફર પર ક્યારે ચાલ્યા જઈએ છીએ એની ખબર પર પડતી નથી.
આપણને એ આપણી વાત લાગે છે. એ નાનકડા પક્ષીનું સુખ દુઃખ,
સાહસ હિંમત, મુકામ મંજિલ, તિરસ્કાર આવકાર, નવું શીખવાની હોંશ, ઊંચે ઉડવાની તમન્ના બધું જ આપણનેઆપણું
જ લાગવા માંડે છે. એના તિરસ્કારથી આપણી આંખનો ખૂણો ભીંજાય છે
તો એની પાંખોના ફફડવાનો અવાજ કાને પડતા જ મુઠી વાળી ‘યસ’ બોલાય
જાય છે.
સંસારમાં આવતા નાના મોટા પ્રશ્નો, મુશ્કેલીઓ,
વૈચારિક મતભેદો, ટાંટિયાખેંચની સ્પર્ધાઓ,
નકારાત્મક વાતો, નવું ન શીખવાની વૃત્તિ વગેરે આ
નાનકડી વાર્તા વાંચતા વાંચતા આંખ સામે તરવરે છે અને આ નાનકડું પક્ષી આ બધી જ માથાકૂટ,
ભેજામારી, હેરાનગતિ પછી પણ પોતાની વાત,
પોતાનો વિશ્વાસ, પોતાની હિંમતની સાથે રહી કશુંક
પામવા ઘણું કરી છૂટવાની તૈયારી અને તત્પરતા બતાવી જયારે ઊંચે ઉડે છે, પોતાનું ગમતું કે પોતાનું ધાર્યું મેળવે છે ત્યારે રુંવાડા ઉભા થઇ જાય છે.
તે ખુદ પર ભરોસો રાખતા શીખવાડે છે, જે સાચું અને
સારું છે તે પોતે માને છે અનેબીજાને મનાવવા મથે છે. બીજાની અણસમજની
એને બળતરા છે. કોઈક પાસેથી શીખે છે અને બીજાને શીખવાડે છે.
શીખવામાં શરમ નથી અને શીખડાવવામાં અહંકાર નથી. જરૂર જણાય ત્યારે લીડર પણ બને છે અને સમય આવ્યે બીજાને લીડર બનાવી પોતે નીકળી
જાય છે. ખુબ મહેનત કરી ઊંચે ઉડતા શીખે છે.
અવનવી
રીતે ઉડવાનું શીખે છે.
મહામહેનતે પોતે જે શીખ્યું છે, પોતે જેમાં મહારત
હાંસલ કરી છે, જીવન
જીવવાનું એક પ્રયોજન મેળવ્યું છે તેકિનારે માછલીના ટુકડાઓ માટે વર્ષોથી ઝૂંટાઝૂંટી
કરી રહેલી પોતાનીજમાતને પણ શીખડાવવાની હોંશભેર કોશિશ કરે છે.જમાત એને બેજવાબદાર ગણી 'સંબંધ પૂરો થાય છે' એવું કહે છે ત્યારે પણ ગભરાયા વિના એકાંતવાસમાં રહી વળી વધારે
શીખવાનું ચાલુ રાખે છે. ધીમે ધીમે જેને સમજાય છે તેઓ તેની પાસે આવે છે અને શીખે છે. સાથોસાથ પોતે પણ
વડીલ પંખી પાસેથી શીખતો જ રહે છે. હજુ પણ એ જેઓ સત્યને જોવા માંગતા હોય તેને પોતે જે સત્ય પામ્યો
છે તેનો થોડોક અંશ આપવા અધીરો છે. એકવાર બહિષ્કૃત થયા પછી પણ પોતાના સાગરપંખીઓને આ શીખડાવવા હંમેશા
આતુર છે. અને શીખડાવે પણ
છે. ફક્ત ઉડતા નહિ
જીવતા. જે એવું માને છે
કે પોતે ઉડવા સક્ષમ નથી તેઓને પણ તે ઉડતા કરે છે અને કોઈ વળી એમ પૂછે કે 'તમે એમ કહો છો કે હું ઊડી શકું ?’ ત્યારે પણ એ બહેતરીન જવાબ આપે છે કે'હું તો એટલું જ કહું છું કે
તું મુક્ત છે.’
પોતાની
સિદ્ધિ કોઈ ચમત્કાર નથી બસ એક સરસ સત્ય છે એવું વારંવાર કહી આને ચમત્કાર માની કોઈ નમસ્કાર
ન કરવા માંડે એની સજાગપણે કાળજી રાખે છે.માત્ર પોતે જ નહિ પણ
જેને પણ ઉડવું હોય તે ગમે ત્યારે આટલું ઉડતા શીખી શકે છે એવું સૌને સમજાવે છે.તે સ્વાતંત્ર્યના મુકામે પહોંચાડે તેને જ કાનૂન ગણે છે. પોતાની મર્યાદાઓને પણ જાણવામાં માને છે તેમજ મર્યાદાઓને ધીરજપૂર્વક ઓંળગવામાં
માને છે, તેમાં આગળ વધી જવાની આછકલાઈ નથી. પોતાની વાત, પોતાનો વિશ્વાસ, પોતાની
આવડત, પોતાની શક્તિ સૌ કોઈ સુધી આગળને આગળ વધતી રહે તેવું તે
હંમેશા ઈચ્છતો રહે છે.
આટલી સરસ સમજ અને નવું નવું શીખવાની હોશ અને હિંમત રાખનાર આ
નાનકડા પક્ષીનું નામ 'જોનાથન લિવિગસ્ટન સીગલ' છે અને એની આ મજેદાર વાત અને વાર્તા લખનાર રિચાર્ડ બાક છે. ઓગણીસો બોતેરમાં
અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો ગુજરાતીમાં અફલાતૂન સારાનુવાદ શ્રીમતી મીરા ભટ્ટે વર્ષો
પહેલા 'સાગરપંખી' નામે કર્યો અને
પછીતો
એના ઘણા પુનર્મુદ્રણ થયા. ગુજરાતી
કે અંગ્રેજી કોઈપણ ભાષામાં વાંચવી ગમે તેવી આ બેસ્ટ બુક મસ્ટ રીડ છે. વાંચજો. વિચારજો.
No comments:
Post a Comment